સોનગઢના ઓટા ગામની સીમમાંથી નાર્કોટીક પદાર્થ ગાંજાના જથ્થા સાથે ચાર જણાને ઝડપી પાડવામાં સોનગઢ પોલીસ સ્ટાફને સફળતા મળી છે. આ મામલે ગાંજાનો જથ્થો અને થ્રી વ્હીલર ટેમ્પો,બાઈક સહીત કુલ રૂપિયા ૨,૩૩,૧૪૦/-નો મુદ્દામાલ ક્બ્જે કર્યો હતો.
પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે તા.૨૫મી જુના નારોજ સોનગઢ તાલુકાના ઓટા ગામની સીમમાં રોડ ઊપર આવેલ પુલની પહેલા સોનગઢ પોલીસ સ્ટેશના પોલીસ સ્ટાફ દ્રારા હાથ ધરવામાં આવેલ વાહન ચેકિંગ દરમ્યાન વગર નંબરની બજાજ કંપની NS 200 પલ્સર મોટર સાયકલ ઉપર આવેલા (૧) પ્રકાશભાઈ રાજેશભાઈ ગાવિત (ઉ.વ.૧૯ રહે.દાપુર તા.નવાપુર જી.નંદુરબાર (મહારાષ્ટ્ર), (૨) નિતેશભાઈ જેયાભાઈ ગાવિત (ઉ.વ.૧૯ રહે. ગતાડી ગામ તા.નવાપુર જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) નાઓના વનસ્પતિજન્ય માદક પદાર્થ (ગાંજો) મહારાષ્ટ્ર રાજયમાથી લઈ આવી (૩) હસન શા હુસેન શા ફકીર (ઉ.વ.૨૭ રહે.વ્યારા મગદુમ નગર તા.વ્યારા), (૪) વસીમ ઉર્ફે મોહસીન શા મજીદ શા ફકીર (ઉ.વ.૩૦ રહે. વ્યારા મગદુમ નગર તા.વ્યારા) નાને વગર નંબરના થ્રી વ્હીલ ટેમ્પોમાં ગાંજાનો જથ્થો ડીલીવરી આપી રહ્યા હતા.
તે દરમિયાન ચારેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.પકડાયેલા આરોપીઓની પૂછ પરછમાં અન્ય ત્રણ વ્યક્તિઓની સંડોવણી જણાતા તેઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓના કબજામાંથી એક પીળ કલરની પ્લાસ્ટિકની થેલીમાં ૭.૩૧૪ વનસ્પતિજન્ય માદક પદાર્થ (ગાંજો) કિ.રૂ.૭૩,૧૪૦/- ના મુદ્દામાલ તથા મોબાઇલ નંગ- ૨ કિ.રૂ. ૧૦,૦૦૦/- તથા થ્રી વ્હીલ ટેમ્પોની કિ.રૂ. ૧,૦૦,૦૦૦/- તેમજ મોટર સાયકલ કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ્લે રૂપિયા ૨,૩૩,૧૪૦/-નો મુદ્દામાલ ક્બ્જે કરી આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. કલમ. ૮(સી),૨૦(બી)[૨](બી),૨૯ મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ વધુ સોનગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ.ડી.દેસાઈ કરી રહ્યા છે
