સુરત જિલ્લાનાં કીમમાં જીવનધારા સોસાયટી નજીક બે બાઈક અથડાતાં ચારને ઈજા થઈ હતી. જયારે એકને ગંભીર અવસ્થામાં સુરત સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
ત્યારે એક બાઈકના ચાલકે ગફલત કરતા આગળ જતી બાઈકને ટક્કર મારતા બંને બાઈક સ્લિપ થઈ ગઇ હતી. અકસ્માતમાં બંને બાઈક પર સવાર ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોચી હતી. જે પૈકી એકને વધુ પડતી ઇજા થતાં સુરત ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા કીમ પોલીસ ઘટનાં સ્થળે દોડી જઈ ઇજાગ્રસ્તોને કીમની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
