કલોલ પાસેના ધેધુ ગામે સામાન્ય બાબતે બોલાચાલી થઈ ગઈ હતી અને ઉશ્કેરાઈ ગયેલા લોકોએ ભેગા મળીને હુમલો કરી દીધો હતો જેમાં ચાર જણા ને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ ચલાવી હતી.
મળતી વિગતો અનુસાર, કલોલ તાલુકાના ધેધુ ગામે રહેતા ભલાજી ઠાકોર તેમના માસીના દીકરા યોગેશભાઈ ખોડાજી ઠાકોર સાથે હોસ્પિટલ જઈ રહ્યા હતા ત્યારે ગામમાં રહેતો નરેશભાઈ કરશનભાઈ ઠાકોર આવ્યો હતો અને તેણે યોગેશ ઠાકોરને પૂછેલ કે મારા ભાઈની પત્ની તેના પિયરથી ભાગી ગઈ છે મને તારા ઉપર વહેમ છે તેમ કહીને બોલાચાલી કરી હતી.
ત્યારબાદ મોડી રાત્રે નરેશભાઈ કરસનજી ઠાકોર અને તેના મળતીયાઓ હાથમાં લાકડીઓ ધોકાઓ લઈને ભલાજીના ઘરે પહોંચી ગયા હતા અને ત્યાં તેઓએ ભલાજીના પરિવારજનો ઉપર હુમલો કર્યો હતો લાકડીઓ ધોકાઓ વગેરેથી માર મારવામાં આવતા ચારથી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
પોલીસે ભલાજી ઠાકોરની ફરિયાદના આધારે હુમલો કરનાર અરવિંદજી મંગાજી ઠાકોર તથા આશિક જી અરવિંદજી ઠાકોર અને બકાજી પુંજાજી ઠાકોર તથા નરેશજી કરસનજી ઠાકોર અને કૌશિકજી શૈલેષજી ઠાકોર તથા મહેશજી બકાજી ઠાકોર અને મેલાજી દીપંજી ઠાકોર તથા કમલેશજી દીપલજી ઠાકોર અને મહેન્દ્રભાઈ કરશનજી ઠાકોર તથા મથુરજી જોઈતાજી ઠાકોર અને અલ્કેશજી કરસનજી ઠાકોર તથા શૈલેશજી બકાજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.




