નવસારી જિલ્લાનાં ચીખલીનાં બોઠવાંક અને બોરીયાચ ટોલનાકા પાસેથી ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે સુરતના દંપતી સહિત ચાર ઈસમોને ઝડપી પાડી ઈંગ્લીશ દારૂ અને વાહનો કબજે કર્યા હતા.
મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લા એલ.સી.બી.નાં માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે વખતે તેને બાતમી મળી હતી કે, ચીખલી તાલુકાનાં બોડવાંક ગામના દાદરા ફળિયામાં રહેતા બુટલેગર વિમલ પટેલના ઘરેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો એક કારમાં કાટિંગ કરી સુરત લઈ જવામાં આવી રહ્યો છે.
જયારે પોલીસના દરોડા વખતે ફરાર થઈ જનાર બુટલેગર વિમલકુમાર જયંતિભાઈ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. જયારે બીજા ગુન્હામાં એલસીબીએ બોરીયાચ ટોલનાકા પાસેથી બાતમીને આધારે સેલવાસથી સુરત તરફ લઈ જવાતી ઈગ્લિશ દારૂ બોટલ નંગ ૧૩૬૨ જેની કિંમત રૂપિયા ૨.૫૪ લાખ સાથે ટેમ્પોના ચાલક સિધાર્થ શ્રીરંગ ગાયકવાડ (રહે.રાજુભાઈની ચાલ, ડોકમરડી ચાર રસ્તા, સેલવાસ મૂળ રહે.મહારાષ્ટ્ર) અને પ્રદીપ સામા ગુખા (હાલ રહે.કૈલટન ફળિયા, સેલવાસ, મૂળ રહે.બિહાર)ને ઝડપી પાડયો હતો. આ બનાવમાં દારૂ અને પીકઅપ વાન મળી રૂપિયા ૭.૨૪ લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. જ્યારે પોલીસે આ ગુન્હામાં ઈગ્લિશ દારૂનો જથ્થો ભરાવી આપનાર સેલવાસના રાહુલ પટેલને વોન્ટેડ જાહેર કર્યા હતો. બનાવ અંગે ચીખલી અને રૂરલ પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
