તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

વલસાડ જિલ્લામમાં એક સગીરા સહીત ચાર લોકોનું પરિજનો સાથે પુન:મિલન કરાવ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વલસાડના પારડી સાંઢપોર ગામના એક એપાર્ટમેન્ટમાં રહેતા ૪૬ વર્ષીય પરિણીત વ્યક્તિ ગત તારીખ  ૨૮/૦૨/૨૫ નારોજ પરિજનોની જાણ બહાર ક્યાંક ચાલી નીકળતા, તેની પત્નીએ સિટી પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટેકનીકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોની મદદથી ગુમ થયેલા પરિણીત વ્યક્તિને ઉત્તરપ્રદેશના મથુરા વિસ્તારમાંથી શોધી કાઢી, પરિજનો સાથે પુન:મિલન કરાવ્યું હતું.

બીજા બનાવમાં ગત તારીખ ૨૪/૦૩/૨૫ નારોજ વલસાડના કોસંબા વિસ્તારમાં રહેતી અને ડિપ્રેશનનો શિકાર બનેલી ૨૫ વર્ષીય યુવતી પરિજનોની જાણ બહાર ક્યાંક ચાલી ગઈ હતી. પોલીસે આ યુવતીને ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાંથી શોધી કાઢી યુવતીનું પરિજનો સાથે મિલન કરાવ્યું હતું.

ત્રીજા બનાવમાં સિટી પોલીસે ગત તારીખ ૨૭/૦૩/૨૫ નારોજ શહેરના નાની ખત્રીવાડ વિસ્તારમાં રહેતી ૨૯ વર્ષીય પરિણીતા પરિજનોને કહ્યા વિના કયાંક ચાલી નીકળી હતી. સિટી પોલીસે આ પરિણીતાને મુંબઈ વિસ્તારમાંથી શોધી કાઢી તેનો પરિજનો સાથે મેળાપ કરાવ્યો હતો. ચોથા બનાવમાં વલસાડના અબ્રામા વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય સગીરા તેના પરિજનોની જાણ બહાર ગત તારીખ ૨૮/૦૩/૨૫ નારોજ મોડી ક્યાંક ચાલી નીકળી હતી. જેને પણ પોલીસે સુરતથી શોધી કાઢી હતી. પોલીસે તરુણીનું પરિજનો સાથે પુન: મિલન કરાવતા ભારે લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.