ડાંગના બારીપાડાથી માંળુગાને જોડતા રાજધોરી માર્ગ ઉપર મુંરબી અને બારીપાડા ગામની વચ્ચે બે બાઈક વચ્ચે અકસ્માતમાં ચારને ઈજા થઈ હતી. મળતી માહિતી મુજબ, સુરગાણાથી ગવયાં ગામે જતી બાઈક અને શામગહાનથી બોનારમાળ જતી બીજી બાઈક બારીપાડાથી માંળુગાને જોડતા રાજય ધોરીમાર્ગ પરણી જઈ રહી હતી.
આ સમયે બારીપાડા-મુંબી ગામની વચ્ચે આ બંને બાઈક સામસામે ભટકાતા બોન્ડારમાળ ગામ જઈ રહેલા નરેશભાઈ શિવરામ ગાંગોઠાને જડબાનાં ભાગે ફેકચર થયુ હતુ. જ્યારે બાઈકનાં સાયલેન્સરથી તેમની પીઠ પણ કાઝી ગઈ હતી. તેમની સાથે સવાર લલિતા પ્રકાશ ગાંગોડાને હારનાં ગંભીર ઈજા થઈ હતી. જયારે બીજી બાઈક પર ગવર્વા જઈ રહેલા વ્યક્તિઓમાં સુરજ ચિનુ પવારને કમરના ભાગે ઈજા થઈ હતી. તેમની સાથેના અભય રવિ તુંબડાને પગમાં ફેક્ચર થયુ હતુ ઈજાગ્રસ્ત નરેશભાઈ શિવરામ ગાંગોડાને ખાનગી વાહતમાં વાંસદાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સુરજ ચિંતુ પવાર અને અભય રવિ તુંબડાને આહવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
