અમદાવાદ પોલીસબેડામાં મોટી કાર્યવાહી કરવામાં આવી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. જેમાં મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ નોંધાવા પહોંચેલા યુવકને હાજર કર્મીએ શિફ્ટ પૂરી થઈ ગઈ હોવાનું કહીને ફરિયાદ નોંધી ન હતી. જેથી ફરિયાદીએ ઝોન-4ના ડીસીપી કાનન દેસાઈને ફોન કરી જાણ કરતાં તેમણે પોલીસે સ્ટેશનની મુલાકાત લઈને 4 પોલીસ કર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે.
