સુરત શહેરમાં અગમ્ય કારણોસર મહિલા અને કિન્નર સહિત ચાર વ્યતીઓએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.જેમાં ડભોલી ખાતે રહેતી મહિલા એ તથા કતારગામ જૂની જીઆઇડીસીમાં રહેતા યુવકે તથા ઉધનામાં ઓરિસ્સાવાસી યુવકે અને ઉમરવાડામાં કિન્નરે અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ડભોલી ચાર રસ્તા પાસે આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ ચૌહાણણી પત્ની 30 વર્ષીય પાયલબેન, એક પુત્ર અને એક પુત્રી સહિતના પરિવાર સાથે રહે છે. ભાવેશભાઈ પત્ની પાયલબેન બંને રેડીમેઇડ કપડાં નું વેચાણ કરીને પરિવારનું ભરણપોષણ કરતા હતા. મંગળવારે રાત્રે પાયલબેને ઘરે એકલતાનો લાભ લઇ પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.પાયલ બેને ક્યાં કારણોસર આપઘાત નું અંતિમ પગલું ભર્યું તે હાલ જાણી શકાયું નથી. બીજા બનાવમાં મૂળ ઓરિસ્સા ગંજામ ના વતની અને હાલમાં કતારગામ જૂની જીઆઇડીસી નજીક આવેલ ગૌતમ નગર સ્થિત ઝુપડપટ્ટીમાં રહેતા 28 વર્ષીય ટુના કબીરાજ કુતિયા પરિવાર સાથે રહેતો હતો અને છૂટક મજૂરી કામ કરતો હતો. બુધવારે સવારે ટુના એ ઝુપડામાં લાકડાના બાબું સાથે ચાદર બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ટુના એ કયા કારણોસર આપઘાત કર્યો તે હાલમાં જાણી શકાયું નથી.
ત્રીજા બનાવમાં મૂળ ઓરિસ્સા ગંજામ ના વતની અને હાલમાં ઉધના હરિનગર અંબર કોલોનીમાં આવેલા ઇલાસ્ટિક ના ખાતામાં રહેતા 24 વર્ષીય કાર્તિક બાયા નાયક રહેતો હતો અને ત્યાં ઇલાસ્ટિક નું કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. મંગળવારે રાત્રે કાર્તિક રૂમમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. કાર્તિક ક્યાં કારણોસર આપઘાત નું અંતિમ પગલું ભર્યું તે હાલમાં જાણી શકાયું નથી. ચોથા બનાવમાં ઉમરવાડા કર્ણી ચોક સ્થિત આવેલી સાકાર કોમ્પ્લેક્સમાં રહેતા 32 વર્ષીય નજબુલ ઉર્ફે સિયાકુવર મુસલીમ આલમ રહેતા હતા. મંગળવારે રાત્રે નજબુલ ઉર્ફે સિયાકુવરે રૂમમાં છતમાં લગાવેલ લોખંડના હૂક સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હાલ તો પોલીસે મોબાઈલ ફોન કબજે લઈ નજબુલ ઉર્ફે સિયાકુવરે ક્યા કારણોસર આપઘાત નું અંતિમ પગલું ભર્યું તે અંગે વધુ તપાસ પુણા પોલીસ કરી રહી છે.



