તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

નર્મદા કેનાલમાં માત્ર 24 કલાકમાં ચાર યુવાનો ડૂબ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગર જિલ્લા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં માત્ર 24 કલાકમાં ચાર યુવાન ડૂબી ગયાની ઘટના ઘટી હતી. બન્ને અલગ અલગ ઘટનામાં મૃતકો પિતરાઈ અને સગા ભાઈ થતા હોવાનું જાણવા મળ્યું હતું.  જોકે આ લખાય છે ત્યાં સુધી બે યુવાનના મૃતદેહ મળ્યા હોવાનું અને અન્ય બેની શોધખોળ ચાલુ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ધોલેરાના વતની અને અમદાવાદમાં રહેતા સુનીલ આંબલીયા અને રોશન આંબલીયા પિતરાઈ ભાઈ હતા.  વલાદ પાસે તેઓ ઊભા રહ્યા હતા અને કેનાલમાં હાથપગ ધોવા ગયા હતા, પરંતુ એક ભાઈનો પગ લપસતા તે તણાઈ ગયો હતો, તેને બચાવવા જતા બીજો ભાઈ પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી. તેમના દ્વારા સુનીલનો મૃતદેહ બહાર લવાયો હતો, પરંતુ રોશન હજુ લાપતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અન્ય એક ઘટનામાં અમદાવાદના નરોડામાં રહેતા બે સગા ભાઈ દહેગામ નરોડા હાઈવે પર રાયપુર નજીક આવેલી કેનાલમાં પડીને મૃત્યુ પામ્યા હતા. અહીં રહેતા નિખિલ અને નિરજ જયંતીભાઈ વાઘેલા કોઈ કારણોસર પરિવારથી રિસાઈને ઘરેથી નીકળા હતા. અહીં કેનાલ પાસે આવ્યા બાદ નિખિલે કેનાલમાં ઝંપલાવ્યું હતું, જેને બચાવવા જતા નિરજ પણ કેનાલમાં કૂદી પડ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે નિખલના મૃતદેહને શોધી કાઢ્યો હતો, પરંતુ નિરજ હજુ પણ લાપત્તા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આમ બન્ને પરિવારને યુવાન દીકરા ગુમાવતો વાતાવરણ ગમગીન બની ગયું હતું.