ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે સારા સમાચાર છે. રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા 10 વર્ષમાં થનારી ભરતીનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં 10 વર્ષમાં 94000થી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. એટલે વર્ષમાં 9400 લોકોને નોકરી મળશે.
શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષણમાં સૌથી વધુ ભરતી કરવામાં આવશે. વર્ષ 2033 સુધી કયા વર્ષે કેટલી સરકારી ભરતી થશે તેની યાદી જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારે આપેલી વિગત પ્રમાણે,વર્ષ 2025માં 11300, વર્ષ 2026માં 6503, વર્ષ 2028માં 5427, વર્ષ 2029માં 430, વર્ષ 2030માં 8283, વર્ષ 2031માં 8396, વર્ષ 2032માં 18496 અને વર્ષ 2033માં 13143 જેટલી જગ્યા ભરવામાં આવશે. ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા આગામી 10 વર્ષ માટે જાહેર કરવામાં આવેલા ભરતી કેલેન્ડરમાં પ્રાથમિક શિક્ષણ વિભાગ કમિશનેટ ઓફ સ્કૂલ્સ, GCERT, GHSEB, NCC, ટેક્નિકલ વિભાગમાં પ્રિન્સિપાલ, પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક સહિતની વર્ગ 1,2 અને 3ની ભરતી કરવામાં આવશે.



