તારીખ 15 જૂને રાજ્યભરમાં આયોજિત લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાને ધ્યાનમાં લઇ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ છે. રાજ્યના કુલ 7 મુખ્ય શહેરોમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગર પરીક્ષા કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જ્યાં અંદાજે 2.48 લાખ ઉમેદવારો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.
પરિવહન નિગમે દરેક ડેપો ખાતેથી અલગ ફાળવવામાં આવેલી બસ રાઉટ્સ માટે ઓનલાઇન ટિકિટ બુકિંગની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવી છે. ઉમેદવારો http://gsrtc.in વેબસાઈટ પરથી એડવાન્સમાં ટિકિટ બુક કરી શકશે અથવા પોતાના નજીકના ડેપો ખાતે કાઉન્ટર બુકિંગ દ્વારા સર્વિસનો લાભ લઈ શકશે. યાત્રા સંબંધિત વધુ માહિતી કે પ્રશ્નો માટે GSRTCનો ટોલ ફ્રી નંબર 1800 233 666666 24×7 ઉપલબ્ધ રહેશે. LRD પરીક્ષાને સુચારૂ અને વ્યવસ્થિત બનાવવા માટે રાજ્ય સરકાર અને તંત્ર દ્વારા પ્રયાસો ચાલુ છે. એમાં આ પરીક્ષા દિવસે પરિવહન વ્યવસ્થાને મજબૂત બનાવવાનો નિર્ણય મહત્વપૂર્ણ સહાયરૂપ સાબિત થશે.
