Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ઓલપાડ સીટી સર્વે કચેરીનો શિરેસ્તેદાર લાંચ લેતા રંગેહાથ ઝડપાયો: પ્રોપર્ટી કાર્ડમાં નામ ચઢાવવા માંગી હતી લાંચ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત જિલ્લાના ઓલપાડ ખાતે આવેલી સીટી સર્વેની કચેરીમાં ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રોપર્ટી કાર્ડમાં નામ ચઢાવવાની કામગીરીના અવેજમાં લાંચ માંગનાર શિરેસ્તેદારને એસીબી એ છટકું ગોઠવીને ૩૦૦૦ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ કેસના ફરિયાદીએ તેમના અસીલની મિલકતોના પ્રોપર્ટી કાર્ડમાં નામ ચઢાવવા માટે જરૂરી દસ્તાવેજો સાથે સીટી સર્વે કચેરી, ઓલપાડ ખાતે ત્રણ અરજીઓ કરી હતી. આ અરજીઓની નોંધો પ્રમાણિત કરવાના કામ માટે કચેરીના શિરેસ્તેદાર (વર્ગ-૩) નિલેશભાઇ બાલુભાઇ પાંડવ એ પ્રત્યેક અરજી દીઠ ૧૦૦૦ લેખે કુલ ૩૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી.ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબીની ટીમ દ્વારા તારીખ ૦૫/૦૫/૨૦૨૬ના રોજ ઓલપાડ સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટની ચેમ્બરની બહાર ખુલ્લા પેસેજમાં લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપી નિલેશભાઇ પાંડવે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના ૩૦૦૦ રૂપિયા સ્વીકારતા જ એસીબીની ટીમે તેને દબોચી લીધો હતો. એસીબીએ લાંચની રકમ રિકવર કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.