શ્રીનગરમાં ભારે ગરમીએ 20 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. શ્રીનગરનું તાપમાન 35.5 ડિગ્રી સુધી પહોચી ગયુ હતું જે દિલ્હીના મહત્તમ તાપમાનથી 1.1 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું હતું. આ ભૌગોલિક પરિવર્તને સ્પષ્ટ કર્યું છે કે , ગ્લોબલ વોર્મિંગના પ્રભાવથી પહાડી વિસ્તાર ઝડપથી ગરમ થઇ રહ્યો છે. ઉત્તર ભારતના રાજ્યોમાં જૂન મહિનામાં ભારે ગરમી પડી હતી. જોકે થોડા દિવસોથી શરૂ થયેલા વરસાદે વાતાવરણ ઠંડુ બનાવ્યું છે. જોકે ગતરોજ શુક્રવારે દિલ્હીથી વધુ ગરમી પહાડી શહેર શ્રીનગરના લોકોએ અનુભવી હતી. સામાન્ય રીતે શ્રીનગર ન વધુ ઠંડી કે ન વધુ ગરમી વાળુ શહેર છે.
પરંતુ ચાલુ વર્ષ 2025માં ગરમીએ શ્રીનગરનો 20 વર્ષનો રેકોર્ડ તોડયો છે. 2005 બાદ પ્રથમ વાર શ્રીનગરમાં આટલી વધુ ગરમી પડી છે. દિલ્હીનું હવામાન શ્રીનગરથી ઠંડુ રહ્યું હતુ. રાજધાની દિલ્હીના તમામ હવામાન કેન્દ્રોમાં 35 ડિગ્રી સેલ્સિયસથી ઓછુ તાપમાન નોંધાયું છે. જ્યારે શ્રીનગરમાં આજે તાપમાન 35.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જે 20 વર્ષના જૂન મહિનામાં સૌથી વધુ રહ્યું છે. દિલ્હીનું તાપમાન શ્રીનગરથી 1.1 ડિગ્રી સેલ્સિયસ ઓછુ રહ્યું સામાન્ય રીતે આવુ જોવા મળતુ નથી. શ્રીનગરમાં વધતુ તાપમાન એ વાતનો સંકેત છે કે ગ્લોબલ વોર્મિગનો પ્રભાવ પહાડી વિસ્તાર સુધી પહોચી ગયો છે. જેનાથી પ્રાકૃતિક સંતુલન બગડી શકે છે. શ્રીનગરમા વધતા તાપમાને વૈજ્ઞાનીકોની સાથે સામાન્ય લોકોની ચિંતા વધારી છે
