ડોલવણનાં બેડચીત ગામે ઈન્ડીયન ઓઈલ પેટ્રોલપંપની સામે રસ્તા ઉપર અડચણ રૂપે ઉભું ટ્રોલીવાળું ટ્રેકટરની પાછળ ગાડી અથડાઈ જતાં અકસ્માત સર્જાયો હતો જોકે આ અકસ્માતમાં ગાડી પર સવાર દંપતીને ઈજા પહોંચતા પતિની ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું જયારે પત્ની ઈજાગ્રસ્ત થઈ હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ડોલવણનાં વાંકલા ગામનાં મંદિર ફળિયામાં રહેતા અરવિંદભાઈ રતનજીભાઈ કોટવાળીયા (ઉ.વ.૫૩)અને તેમની પત્ની દીનાબેન અરવિંદભાઈ કોટવાળીયા નાંઓ તારીખ ૧૦/૦૬/૨૦૨૫ નાંરોજ પોતાની ગાડી નંબર જીજે/૨૬/પી/૯૯૨૫ને લઈ બંને પતિ-પત્ની દૂધ ભરવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન બેડચીત ગામે ઈન્ડીયન ઓઈલ પેટ્રોલપંપની સામે રસ્તા ઉપર અડચણ રૂપે ઉભેલ એક મહિન્દ્રા કંપનીનું ટ્રોલીવાળું ટ્રેકટર નંબર જીજે/૧૯/બી/૪૩૯ તથા ટ્રોલી નંબર જીજે/૧૯/ટી/૬૮૮૯ ટ્રેકટરના ટ્રોલી પાછળ બાઈક અથડાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં ગાડી ચાલક અરવિંદભાઈને હોઠનાં ભાગે વાગતા હોઠ ફાટી ગયું હતું તેમજ ડાબી આંખના બાજુમાં ઈજા થઈ હતી આંખ પાસે પણ ઈજા પહોંચી હતી તેમજ અરવિંદભાઈની પત્નીને પણ આ અકસ્માતમાં ઈજા પહોંચી હતી જોકે અરવિંદભાઈને ૧૦૮માં સરકારી દવાખાને ગડત ખાતે સારવાર માટે લઈ જતાં હતા તે દરમિયાન રસ્તામાં જ અરવિંદભાઈનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકનો પુત્ર કમલેશભાઈ કોટવાળીયાએ તારીખ ૧૧/૦૬/૨૦૨૫ નાંરોજ ડોલવણ પોલીસ મથકે અડચણ રૂપે ઉભું કરેલ ટ્રોલીવાળું ટ્રેકટરનાં ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
