Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

મ્યાનમાર અને બેંગકોકમાં ભૂકંપના કારણે તબાહીનો માહોલ સર્જાયો હતો. આ ભૂકંપનું કારણ સગાઈંગ ફોલ્ટ હતું. ફોલ્ટને ઈન્ટરનેટ પર મેપના માધ્યમથી સરળતાથી જોઈ શકાય છે. આઈઆઈટી કાનપુરના અર્થ સાયન્સિસ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર જાવેદ મલિકે સગાઈંગ ફોલ્ટને અત્યંત જોખમી ગણાવતાં ભારતમાં પણ આ પ્રકારનો ભૂકંપ આવવાની આગાહી કરી છે. જાવેદ મલિકે જણાવ્યું કે, સિલિગુડીમાં ગંગા-બંગાળ ફોલ્ટ છે. આ બંને ફોલ્ટની વચ્ચે અન્ય ઘણી ફોલ્ટલાઈન છે. જેમાં એક ફોલ્ટ સક્રિય થવા પર બીજી ફોલ્ટ તુરંત સક્રિય થઈ શકે છે.

સગાઈંગ અત્યંત જૂની ફોલ્ટ છે. તે ઉત્તર-પૂર્વના શિયર ઝોન અરાકાનથી અંદમાન અને સુમાત્રા સુધીના સબડક્શન ઝોનનો હિસ્સો છે. જે જમીનની ઉપર દેખાય છે. જાપાન અને યુરોપિયન નિષ્ણાતોએ સગાઈંગ પર કામ કર્યું છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, અહીં ભૂકંપોની આવૃત્તિ 150-200 વર્ષની છે. અર્થાત આટલા વર્ષોમાં એક વાર મોટો ભૂકંપ આવે છે. ચીનમાં ભૂકંપની તીવ્રતા 7.9 દર્શાવવામાં આવી છે.  પ્રો.મલિકે જણાવ્યું કે, આપણે મોટો ભૂકંપ સર્જાવવાની રાહ જોવી જોઈએ નહીં. હિમાલયમાં અનેક સક્રિય ફોલ્ટ લાઈન છે. તમામ ફ્રન્ટલ પાર્ટ્સ પર પણ ફોલ્ટ લાઈન છે. જે ભયાવહ ભૂકંપની શક્યતાઓ વધારે છે. આ સિવાય ઉત્તર-પૂર્વ અને કાશ્મીર ઝોન-5માં પણ આ મુદ્દે રિસર્ચ કરવાની જરૂરિયાત છે.

આપણે આ ક્ષેત્રમાં અત્યંત સાવધાનીપૂર્વક કામ કરવુ જોઈએ. ભૂકંપના પ્રભાવને ઘટાડવા માટે કામ કરવુ જોઈએ. જેમાં ગંગા-બંગાળ ફોલ્ટ : આ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. જેમાં સગાઈંગ ફોલ્ટ જેવી ગતિ છે, આ ફોલ્ટ ઝોન સપાટી પર જોવા મળે છે, ડાવકી, કોપલી, ડિબ્રુચૌતાંગ ફોલ્ટ ઝોન : તે ગંગા-બંગાળ અને સગાઈંગ ફોલ્ટ વચ્ચે સ્થિત છે, સગાઈંગ ફોલ્ટ : આ એક સક્રિય ફોલ્ટ છે, જે મ્યાનમારમાં ભૂકંપનું કારણ બની છે. તે ભારત માટે પણ ભૂકંપના સંકેત આપી શકે છે.

પ્રો.મલિકે કહ્યું કે, તમે એમ ન કહી શકો કે સગાઈંગ અને ગંગા-બંગાળ વચ્ચે કોઈ કનેક્શન નથી. સમગ્ર વિસ્તાર દબાણ હેઠળ છે. ત્યાં સતત ઊર્જાનો સંચય થતો રહે છે. એક ભૂકંપ બીજા ભૂકંપને ઉત્તેજિત કરી શકે છે, એ વાતને નકારી શકાય નહીં. આને ‘ટ્રિગર સ્ટ્રેસ’ કહેવાય છે. અહીં જોવાનું રહેશે કે શું ઉત્તરથી દક્ષિણ તરફ આવી પ્રવૃત્તિઓ વધી છે. જોકે ભૂકંપનું કારણ : એક ભૂકંપ બીજા ભૂકંપને ઉત્તેજિત કરી શકે છે, ઉર્જાનો સંચય : સમગ્ર વિસ્તાર દબાણ હેઠળ છે અને ઊર્જા સતત સંચિત થઈ રહી છે, ભાવિ સંભાવના : ટ્રિગર સ્ટ્રેસની શક્યતા હંમેશા રહે છે, ઓછી તીવ્રતાના ભૂકંપ પણ નુકસાની પ્રોફેસર મલિકે આગળ કહ્યું કે ફોલ્ટ લાઇન ઘણી ઊંડી છે, જે 100-150 કિમીની ઊંડાઈ સુધી જઈ શકે છે. પરંતુ 5, 10 અને 20 કિમીની ઊંડાઈએ આવેલા ભૂકંપ વધુ નુકસાન પહોંચાડી શકે છે કારણ કે તે છીછરી ઊંડાઈમાંથી ઊર્જા મેળવે છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!