તાપી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં નાના મોટા રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું. જેને લઈ તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે. આજરોજ સોનગઢ તાલુકાના ખેરાવડા ગામે આર.એન.બી. સ્ટેસ હસ્તકના મુખ્ય રસ્તો ક્ષતિગ્રસ્ત પામતા તાત્કાલિક પેજ વર્ક અને રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
ભારે વરસાદને કારણે રસ્તાની ઉપર પડેલી માટી તથા ખાડા ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. જિલ્લા વહીવટી તંત્રના સંકલન હેઠળ આર.એન.બી. વિભાગ દ્વારા તાત્કાલિક સ્થળ પર મશીનરી તથા મજૂર સાથે પહોંચીને માર્ગને ચાલૂ કરવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો. આજે પેજ વર્ક તથા ખાડા ભરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી છે, જેથી લોકોને વ્યવહાર માટે સરળતા રહે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં વરસાદથી થયેલ માર્ગ નુકશાનને પગલે સતત સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે અને તાત્કાલિક રસ્તા મરામત માટે સુયોજિત આયોજન સાથે કામગીરી હાથ ધરાઈ રહી છે.
