Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

એપ્રિલમાં પામ ઓઈલની આયાત ઘટી ચાર વર્ષની નીચી સપાટીએ રહ્યા બાદ ૧લી મે, ૨૦૨૫ના રોજ ભારત પાસે બંદરો તથા પરિવહનમાં હોય તેવો ખાધ્ય તેલનો સ્ટોક ઘટી ૧૩.૫૦ લાખ ટન સાથે પાંચ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે. આ અગાઉ ૧લી મે ૨૦૨૦ના દેશના બંદરો ખાતે તથા પરિવહનમાં હોય તેવા ખાધ્ય તેલનો સ્ટોક ૯.૧૦ લાખ ટનની નીચી સપાટીએ જોવા મળ્યો હતો એમ સોલવન્ટ એક્સ્ટ્રેકટર્સ’ એસોસિએશન ઓફ ઈન્ડિયા (સી)ના ડેટા જણાવે છે.

સ્ટોકમાં ઘટાડાનો અર્થ આવનારા દિવસોમાં દેશની ખાધ્ય તેલ ખસા કરીને પામ તથા સોયા ઓઈલની આયાતમાં વધારો જોવા મળી શકે છે, એમ સીના સુત્રોએ જણાવ્યું હતું. ભારત તરફથી આયાતમાં વધારાને પરિણામે પામ ઓઈલના વૈશ્વિક ભાવને ટેકો મળી શકે છે, કારણ કે ભારતવિશ્વમાં ભારત ખાધ્ય તેલનો સૌથી મોટો વપરાશકાર અને આયાતકાર દેશ છે. માર્ચમાં ૩.૨૧ લાખ ટનની સરખામણીએ એપ્રિલની પામ ઓઈલની આયાત ૨૪.૨૯ ટકા નીચી રહી હતી. એપ્રિલમાં ખાધ્ય તેલનો ફુગાવો ૧૭.૪૦ ટકા રહ્યો હતો, જે માર્ચ ૨૦૨૨ બાદ સૌથી ઊંચો રહ્યો છે. મુંબઈ બંદરે ક્રુડ પામ ઓઈલનો પડતર ભાવ પ્રતિ ટન ૧૧૦૦ ડોલર આસપાસ જોવા મળી રહ્યો છે. જો કે માર્ચની સરખામણીએ તે નીચો હોવાનું પણ સીના સુત્રોએ જણાવ્યું હતું. નવેમ્બર-ઓકટોબર (૨૦૨૪-૨૫)ના ઓઈલ યરના પ્રથમ છ મહિનામાં વનસ્પતિ તેલની કુલ આયાત ઘટી ૬૫.૦૨ લાખ ટન રહી છે જે ગયા વર્ષના આ ગાળામાં ૭૦.૬૯ લાખ ટન જોવા મળી હતી.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!