ચીખલીનાં આલીપોર ગામે ક્રિકેટના ખુલ્લા મેદાનની અંદર તીનપત્તી હારજીતનો જુગાર રમતા પાંચ જેટલા જુગારીઓને ૫૭ હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે ચીખલી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી માહિતી મુજબ, ખાનગી બાતમીના આધારે ચીખલી તાલુકાના આલીપોર ગામના વાંઝરી ફળિયામાં છાપો મારતા ક્રિકેટના ખુલ્લા મેદાનની અંદર ગોળ કુંડાળુ કરીને તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા મહેશ હિરાલાલ જયસવાલ, ઈન્દ્રજીત લાલપાપસાદ શરોઝ (બંને રહે.આલીપોર વાંઝરી ફળિયા) બિપીન રામગોવિંદ તિવારી (રહે.દેગામ ચીખલી રોડ), રાજકુમાર તેજબહાદુર ઠાકુર (રહે.માણેકપોર ચાર રસ્તા, ચીખલી) સંદિપ ડાહ્યભાઈ પટેલ (રહે.સુરખાઈ ગામ, ચીખલી)ને પોલીસે ઝડપી પાડી તેમની અંગઝડતી કરતા રોકડા રૂપિયા ૧૯,૦૦૦/- તેમજ પાંચ નંગ મોબાઈલ તથા એક મોટરસાઈકલ મળી કૂલ રૂપિયા ૫૭,૧૦૦/-નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી જુગાર રમતા ઝડપાયેલા જુગારીઓની સામે પોલીસે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.




