આણંદના ખંભાતમાં સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.ડી. રાઢોડ વતી રૂપિયા ૩ લાખની લાંચ લેતા વચેટીઓ ઝડપાયો છે, ખંભાત ટાઉન પોલીસ મથકનો લાંચિયો PSI અને એક ખાનગી માણસ લાંચ લેતા ઝડપાઈ ગયો છે, ગૌમાંસના ગુનામાં આરોપી ન બતાવવા માગી હતી લાંચ, તો પહેલા પાંચ લાખની માગ કરી અને ત્યારબાદ ૩ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા અને ACBએ છટકું ગોઠવીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો.
આ કામે હકીકત એવી છે કે, ગઇ તા.૦૩/૦૭/૨૦૨૫ ના રોજ ખંભાત સીટી પોલીસ સ્ટેશન ખાતે ગૌમાંસ અંગેનો ગુનો દાખલ થયેલ હતો. જે ગુનામાં પકડાયેલ આરોપીની કોલ ડીટેઇલમાં આ કામના ફરીયાદીનો મોબાઇલ નંબર આવેલ હોય આ કામે ખંભાત સીટી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગૌમાંસ અંગેના ગુનામાં ફરીયાદીને આરોપી તરીકે નહી બતાવવા તેમજ ફરીયાદી તથા તેમના પરીવારનો વરઘોડો નહી કાઢવા આ કામના આક્ષેપિત નં. (૧) એ આક્ષેપિત નં (ર) મારફતે પ્રથમ રૂ.૫,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરતા ફરીયાદીએ રકઝક અને આજીજી કરતા બન્ને આક્ષેપિતોએ રૂ.૩,૦૦,૦૦૦/- આપવાનુ જણાવેલ.જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય આણંદ એ.સી.બી. પો.સ્ટે. ખાતે આવી પોતાની ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે તા.૨૬/૦૭/૨૦૨૫ ના રોજ લાંચનુ છટકુ ગોઠવતા આક્ષેપિત નં. (ર) એ પંચ – ૧ ની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી, ફરીયાદી પાસેથી લાંચના નાણા રૂ. ૩,૦૦,૦૦૦/- ની માંગણી કરી, સ્વીકારી તેમજ ટ્રેપ દરમ્યાન આક્ષેપિત નં. (ર) એ આક્ષેપિત નં. (૧) ને વોટસએપ કોલ કરી લાંચના નાણા મેળવ્યા અંગેની વાતચીત કરતા આક્ષેપિત નં. (૧) એ સંમતિ દર્શાવી આક્ષેપિત નં. (ર) સ્થળ પર પકડાઇ ગયેલ તથા આક્ષેપિત નં. (૧) ને શક વહેમ પડતા નાસી જઇ બન્ને આરોપીઓએ એકબીજાના મેળાપીપણાથી ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરી આક્ષેપિત નં. (૧) એ પોતાના રાજય સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી ગુનાહીત ગેરવર્તણુંક કરી ગુનો કર્યા બાબત.
