મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાની ૧૩ ગ્રામ પંચાયતોની સરપંચ તથા સભ્યોની યોજાયેલી ચૂંટણીમાં સાંજે ૬ વાગ્યા સુધી અંદાજે ૭૯.૫૯ ટકા મતદાન નોંધાયું હતું. બાલાસિનોર તાલુકાની ૧૩ ગ્રામ પંચાયતોમાં સમાવિષ્ટ ૧૧,૩૮૮ પુરૂષ મતદારો અને ૧૧,૦૯૧ સ્ત્રી મતદારો મળીને કુલ ૨૨,૪૭૯ મતદારો પૈકી આજે સાંજે છ વાગ્યા સુધીમાં ૯,૨૭૦ પુરૂષ મતદારો અને ૮,૬૨૧ સ્ત્રી મતદારો સહિત કુલ ૧૭,૮૯૧ મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાનની ટકાવારી પ્રમાણે જોઈએ તો ૧૩ ગ્રામ પંચાયતોમાં ૮૧.૪૦ ટકા પુરૂષ મતદારોએ અને ૭૭.૭૩ ટકા સ્ત્રી મતદારોએ મતદાન કર્યું હતું.
જોકે મતદાનની ટકાવારીમાં અંતિમ અહેવાલ પ્રમાણે ફેરફાર થવાની શક્યતા છે. બાલાસિનોર તાલુકાના વડદલામાં ૭૮.૬૬ ટકા, ડોડિયા-શિમળીયામાં ૮૨.૭૧ ટકા, પાંડવામાં ૭૭.૯૮ ટકા, તાજેરીમાં ૮૨.૮૩ ટકા, બારીયાવગામાં ૮૯.૮૫ ટકા, પરબિયામાં ૮૩.૬૮ ટકા, પાટડિયામાં ૮૦.૯૫ ટકા, માળના મુવાડામાં ૯૦.૯૫ ટકા, કરણપુરમાં ૭૮.૭૯ ટકા, સરોડામાં ૭૮.૬૦ ટકા, કોતરબોરમાં ૯૫.૪૦ ટકા, ગઢના મુવાડામાં ૩.૧૬ ટકા અને સાકરિયામાં ૭૩.૨૭ ટકા મતદાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ફોર્મ પરત ખેંચવાના દિવસે ચિત્ર સ્પષ્ટ થતાં ૧૩ ગ્રામ પંચાયતમાં ૪૪ સરપંચ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ચૂંટણી લડવા મેદાને રહ્ના હતા. ત્યારે વસાદરા ગામમાં સરપંચના બે ઉમેદવાર પૈકી અક ઉમેદવારનું ફોર્મ રદ થતા સરપંચ ઉમેદવાર ચૂંટણી લડયા વગર બિનહરીફ સરપંચ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે બારિયાવગા ગ્રામ પંચાયતમાંથી અક ફોર્મ રદ થતા ૫ ઉમેદવારો મેદાને હતા. ગઢના મુવાડા ગ્રામ પંચાયતમાં સરપંચપદ માટેના બે ઉમેદવારો પૈકી અક ઉમેદવારે બીજા ઉમેદવારને છેલ્લી ઘડીઅ ટેકો જાહેર કરતાં સ્પર્ધામાં રહેલા ઉમેદવારે કુલ ૬૩૦ મતો પૈકી માત્ર ૨૦ મતો મેળવવા જરૂરી રહ્ના હોવાનું જાણવા મળ્યું હતું. જોકે પરિણામ શું આવે છે તે જાવાનું રહે છે.
