નવસારીનાં ગણદેવી વેગણિયા નદી બંધારા ઓવરબ્રિજ નીચે પડાવમાં પ્રેમી સાથે રહેતી ત્રણ સંતાનની માતા ઉપર આડા સંબંધનો વહેમ રાખી શનિ અને રવિવારે પ્રેમીએ ઢોર માર માર્યો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત લક્ષ્મીબેનનું ટૂંકી સારવાર બાદ કરુણ મોત નિપજ્યું હતું. બનાવ અંગે ગણદેવી પોલીસે આરોપીની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો.
મળતી માહિતી મુજબ, ગણદેવીના કોલવા ગામે આહીર ફળિયામાં રહેતી લક્ષ્મી રામુભાઈ હળપતિ (ઉ.વ.૩૮) અગાઉ પરિવાર સાથે મુંબઈમાં રહેતી હતી. જ્યાં યુપીવાસી યુવક જોડે પ્રેમસંબંધ બંધાતા ગૃહજીવન માંડયું હતું. જોકે આ સમયે તેને એક દીકરો અને બે દીકરી હતી.
જ્યાં ટૂંકી સારવાર બાદ લક્ષ્મી હળપતિનું કરુણ મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે મૃતક લક્ષ્મી હળપતિના પિતા રામુભાઈ છનાભાઈ હળપતિએ ગણદેવી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ગણદેવી પોલીસે આરોપી કાદીલ ઉર્ફે ઠુઠીયો ધનાભાઈ પવાર (ઉ.વ.૩૦,રહે.બંધારા પડાવ, ગણદેવી)ની પોલીસે ધરપકડ કરી હતી. આરોપી કાદીલ ઉર્ફે ઠુઠીયો ધનાભાઈ પવારની ૪ વર્ષ અગાઉ તારીખ ૭મી માર્ચ ૨૦૨૧ નારોજ પત્નીના પ્રેમી અનિલ ઉર્ફે જન ભૈયો ગુલાબભાઈ પટેલનાં મર્ડર કેસમાં પણ ધરપકડ થઈ હતી. જેમાં બે વર્ષ બાદ તા. ૧૧/૮/૨૦૨૩નાં રોજ તેનો નિર્દોષ છુટકારો થયો હતો.
