પલસાણાના વરેલીનાં સચિન બુંદ સાથે અંત્રોલીના ઓમપ્રકાશ વાંસફોડા અને રોહિત ભુવાએ બોલાચાલી કરી ચપ્પુન ઘા ઝીંકી દીધા હતા. મૂળ ભદોહી, યુપીનો વતની અને હાલ પલસાણાના વરેલી ગામમાં દત્તકૃપા સોસાયટીમાં રહેતા અને કડોદરા વલ્લભ કોમ્પલેક્ષમાં ફેનીલ ડીઝીટલમાં નોકરી કરતા સચિન કનૈલાલ બિંદુ મોપેડ ઉપર શાકભાજી લઈને ઘરે જતો હતો. 
તે સમયે વરેલી ગીતગોવિંદા સોસાયટી પાસે આવેલી પુનમ ટોકીઝ પાસે પહોંચતા બાઈક આવેલા ઓમપ્રકાશ વાસફોડા (રહે.અંત્રોલી ગામ, ભુરી ફળીયા) અને રોહીત ઉર્ફે ભુવાએ ‘કીસકા માલ હૈ, કહા લેકર જા રહા હૈ કીસકે લીયે કામ કરતા હૈ’ તેમ કહી બોલાચાલી કરી ચપ્પુનાં ઘા ઝીંકી દીધા હતા અને ‘દુસરી બાર મીલા તો જાન સે માર દાલુંગા’ એવી ધમકી આપીને નાસી ગયા હતા. સચિન બુંદને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેણે બન્ને વિરૂદ્ધ કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.



