સોનગઢ નગરમાં કિરાણાની દુકાન ચલાવનારને અજાણ્યા ઈસમે ‘તમારૂ આધારકાર્ડ લિંક થયેલ નથી જેથી તમારૂ બેંક ખાતુ બંધ થઈ જશે’ તેવું કહી બેંક એકાઉન્ટમાંથી થોડા થોડા કરી રૂપિયા ૪,૦૬,૦૦૦/-ની છેતરપીંડી કર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી.
મળતી માહિતી મુજબ, સોનગઢ નગરનાં એસ.ટી. ડેપો પાસે રહેતા ભીમરાવભાઈ જગનનાથ પાટીલ (ઉ.વ.૫૨)ઓ કિરાણાની દુકાન ચાલવી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચાલવે છે.
ત્યારબાદ ભીમરાવભાઈના બેન્ક એકાઉન્ટમાંથી તારીખ ૧૫/૦૫/૨૦૨૫ નારોજ અલગ-અલગ એકાઉન્ટમાં ૧,૨૦,૦૦૦/-, ૪૦,૦૦૦/-, ૯૮,૦૦૦/-, ૫૦,૦૦૦/-, અને ૯૮,૦૦૦/- મળી કૂલ રૂપિયા ૪,૦૬,૦૦૦/-ની છેતરપીંડી થઈ હતી. બનાવ અંગે ભીમરાવભાઈ પાટીલ નાંએ તારીખ ૨૯/૦૫/૨૦૨૫ નાંરોજ તેમના એકાઉન્ટમાંથી કોઈ અજાણ્યા ઈસમે છેતરપીંડી કર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધવામાં આવી હતી.
