સુરત જિલ્લાનાં સાયણ-સિવાણ રોડ ઉપર આવેલ ગણેશ માર્કેટિંગની દુકાનના માલિકે ફેસબુકના માધ્યમથી સસ્તું એ.સી. આપવાની જાહેરાત મૂકી સુરત શહેરનાં કાપડનાં વેપારી પાસેથી રૂપિયા ૩૦,૦૦૦/- ઓનલાઈન ખંખેરી લીધા હોવાની પોલીસ ફરિયાદ ઓલપાડ પોલીસ મથકમાં નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ, મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના વતની અલ્પેશભાઇ કાંતિભાઈ કપુપરા આવામાં સુરત શહેરના પુલા રેસિડેન્સીમાં રહે છે. તેઓ સુરતમાં સહારા દરવાજા ખાતે લોબલ ટેક્સ્ટાઇલ માર્કેટમાં જીયા ફેશન નામની કાપડની દુકાન ચલાવે છે. ગત તારીખ ૧૨મી એપ્રિલના રોજ કામ કાજ અર્થે સાયણના પોકાર આર્કેડમાં આવ્યા હતા. તે વખતે ફેસબુકમાં વાયરલ થયેલી સાયણ ખાતેની ગણેશ માર્કેટિંગ દુકાનમાં સસ્તા ભાવે એ.સી. મળતાં હોવાની જાહેરાત જોઈ હતી.
