તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

તાપી : ચેક બાઉન્સનાં કેસમાં વેપારીને ૧૮ માસની સજા ફરમાવતો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વ્યારાનાં આદિનાથ સુપર માર્કેટના માલિક નિમેશ શાહને ચેક બાઉન્સના જુદા-જુદા બે કેસોમાં ૧૮ માસની સજા ફરમાવતો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. આ કેસોની વિગત એવી છે કે, યોગેશભાઈ મસરાણીની જલારામ ટ્રેડર્સનાં નામથી વ્યારા ખાતે ધંધો કરે છે તેમજ નિમેશ શાહ પણ આદિનાથ સુપર માર્કેટ (શાહ રતિલાલ એન્ડ કંપની)ના નામે વ્યારા ખાતે અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે, જેથી યોગેશભાઈ નિમેશભાઈની કરિયાણાની દુકાનમાંથી અવાર-નવાર અનાજ કરિયાણાનું માલસામાન ખરીદતા હતા. બંને વચ્ચે મિત્રતાનાં સંબંધો હતા.

યોગેશભાઈ નિમેશભાઈની દુકાનમાં સને ૨૦૧૮માં માલસામાનની ખરીદી કરવા ગયા ત્યારે નિમેશ શાહે જણાવ્યું કે, તેઓ ખૂબ મોટી આર્થિક સંકડામણમાં ફસાયેલા છે અને તમને રૂપિયા ૫,૦૦,૦૦૦/-ની જરૂરિયાત છે જેથી યોગેશભાઈએ તેમને એક વર્ષમાં પરત કરી આપવાની બાંહેધરીથી રૂ.૫ લાખ આપ્યા હતા. આ ઉપરાંત યોગેશભાઈની પત્ની શોભનાબેન યોગેશભાઈ મસરાણીએ પણ તે સમયે પોતાના બેંક ખાતામાંથી રૂપિયા ૧,૫૦,૦૦૦/- આપ્યા હતા.

આમ, કુલ રૂપિયા ૬.૫૦ લાખ નિમેશભાઈને આપ્યા હતા. જે બંને ચેકો બાઉન્સ થતા યોગેશભાઈ અને તેમા પત્ની શોભનાબેને વ્યારાના એડિશનલ ચીફ જયુડિશિયલ મેજીસ્ટ્રેટ નાઓની કોર્ટમાં ચેક બાઉન્સની ફરિયાદ કરી હતી. નિમેશભાઈએ ચેક બેંકમાં રિટર્ન કરાવ્યાની ફરીયાદીનાં એડવોકેટ નિતિન એસ.પ્રધાનની દલીલને કોર્ટે માન્ય રાખી હતી. વ્યારાના એડી.ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ આર.પી.દવેન્દ્રએ એક કેસમાં નિમેશ શાહને બંને કેસમાં ૧૮-૧૮ માસની સાદી કેદ તથા રૂપિયા ૭,૫૦,૦૦૦/- અને રૂપિયા ૨,૨૫,૦૦૦/- નો દંડ ફટકાર્યો હતો.