Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

અમદાવાદ શહેરમાં ગણપતિ વિસર્જન માટે તંત્ર તૈયાર : આજે બપોરનાં એક વાગ્યાથી શહેરનાં અમુક રસ્તાઓ રહેશે બંધ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

દેશભરમાં હાલ ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે. ઘર, મહોલ્લા, અને ફળિયા સહિત જાહેર પંડાલોમાં બિરાજમાન બાપ્પાની 9 દિવસ  પૂજા-અર્ચના કર્યા બાદ દસમાં દિવસે ગજાનંદને વિદાય આપવાની હોય છે. ત્યારે આજે અનંત ચૌદસના રોજ ભક્તો દુંદાળા દેવને વિદાય આપશે. આ દરમિયાન અમદાવાદમાં ગણપતિ વિસર્જન માટે તંત્ર દ્વારા અલગથી વ્યવસ્થા કરવામાં આવે છે. બપોરના 1 વાગ્યાથી શહેરના અમુક રસ્તા બંધ કરવાની જાહેરાત કરી છે.

 

જેમાં આ રસ્તાઓ પર ગણેશ વિસર્જનના સરઘસ પસાર થશે ગણપતિ વિસર્જનને લઈને આજે બપોરે 1 વાગ્યાથી કેટલાંક રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ રહેશે અને તે રસ્તાને બદલે વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે. જેમાં એસ.ટી. ગીતા મંદિરથી જમાલપુર બ્રિજથી સરદાર બ્રિજ પાલડી ચાર રસ્તા સુધીનો રસ્તો બંધ રહેશે. જ્યારે આ માટે વાહન ચાલકોએ જમાલપુર બ્રિજથી બહેરામપુરા દાણીલીમડા ચાર રસ્તાથી જમણી બાજુ આંબેડકર બ્રિજથી અંજલી ચાર રસ્તાથી પાલડી જઈ શકાશે.

 

એસ ટી (ગીતામંદિર)થી રાયપુર ચાર રસ્તાથી કાલુપુર ઇન ગેટ સુધીનો રસ્તો બંધ રહેશે. જેના વિકલ્પમાં એસટીથી ભુલાભાઇ ચાર રસ્તાથી કાંકરિાય ચોકીથી અનુપમ સિનેમાથી સરસપુર બ્રિજને ક્રોસ કરીને રેલવે સ્ટેશન અને નરોડા તરફ જઇ શકાશે. કાલુપુર રેલવે સ્ટેશનથી સારંગપુર સર્કલથી રાયપુર ચાર રસ્તાથી આસ્ટોડિયા દરવાજાથી એલિસ બ્રિજ ટાઉન હોલ સુધીનો રસ્તો બંધ રહેશે. જેથી કાલુપુરથી આવતા વાહન ચાલકોને કાલુપુર સર્કલથી આંબેડકર હોલ થઇ માણેકલાલ મિલના રસ્તાથી ઝઘડિયા બ્રિજ થઇને અપ્સરા સિનેમા ચાર રસ્તાથી અંજલી ચાર રસ્તા સુધી જઇ શકાશે. કામદાર મેદાન ચાર રસ્તાથી સારંગપુર ઓવર બ્રિજ થઇને સારંગપુર સર્કલ સુધીનો રસ્તો બંધ રહેતા વાહન ચાલકોને અન્ય વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. આ ઉફરાંત રિવરફ્રન્ટ પૂર્વ અને પશ્ચિમનો રસ્તો પણ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે. અમદાવાદ ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડીને લોકોને આ વિશે માહિતી આપી છે. જેનાથી ગણેશે વિસર્જનના દિવસે લોકોને કલાકો સુધી ટ્રાફિકમાં હેરાન થવાનો વારો ન આવે.

 

આજે ગણેશ વિસર્જન સમયે કરો આ ખાસ ઉપાયો…

અષ્ટગંધ શાહી અથવા નવી લાલ શાહી પેન પણ લો. ભોજપત્ર અથવા પીળા કાગળ પર ટોચ પર સ્વસ્તિક બનાવો. આ પછી સ્વસ્તિકની નીચે ‘ઓમ ગં ગણપતયે નમઃ’ લખો પછી તમારી બધી સમસ્યાઓ એક પછી એક લખો. સમસ્યાઓના અંતે તમારું નામ લખો પછી ગણેશ મંત્ર લખો. અંતે, સ્વસ્તિક બનાવો, કાગળને ફોલ્ડ કરીને રક્ષા સૂત્ર સાથે બાંધો. તેને ભગવાન ગણેશને અર્પણ કરો. ભગવાન ગણેશની મૂર્તિની સાથે આ કાગળનું વિસર્જન કરો. આમ કરવાથી તમને બધી સમસ્યાઓમાંથી રાહત મળશે. બોલો ગણપતિ બાપ્પા મોરયા…અગલે બરસ તું જલદી આના….

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!