અજય દેવગણ સહિતનાં કલાકારોનો કાફલો ધરાવતી ફિલ્મ ‘સિંઘમ અગેઈન’નાં ક્લાઈમેક્સમાં છેલ્લી ઘડીએ કેટલાક ફેરફારો કરાયા છે. ફિલ્મની રીલિઝ આડે હવે બે જ મહિના બાકી છતાં પણ થઈ રહેલા આ ફેરફારોથી અજય દેવગણનો આત્મવિશ્વાસ ડગુમગુ હોવાની ચર્ચા થઈ રહી છે.
ફિલ્મના ક્લાઈમેક્સમાં દાનવોનાં પાત્રો ઊભા કરાયાં હતાં. કેટલાય લોકોને દાનવો જેવા કોશ્ચ્યુમ સાથે સેટ પર હાજર રખાયા હતા. આશરે ૫૦૦થી વધુનાં ટોળાં સાથે આ ક્લાઈમેક્સ શૂટ કરાયો હતો. હજુ પણ થોડા દિવસો તેમાં ફાઈનલ ટચ અપનું કામ ચાલુ રહેશે. આ ફિલ્મ આગામી દિવાળીએ રોજ રીલિઝ કરાશે. ફિલ્મમાં અજયદેવગણ, કરીના કપૂર મુખ્ય ભૂમિકામાં છે. ઉપરાંત દીપિકા પદુકોણ, ટાઇગર શ્રોફ, અક્ષય કુમાર અનેરણવીર સહિતના કલાકારો પણ નાનીમોટી ભૂમિકાઓ ભજવી રહ્યા છે. અજય દેવગણની અનેક ફિલ્મો નિષ્ફળ ગયા બાદ તેનો કેરિયરનો ગ્રાફ નીચે ઉતરી ગયો છે અને તેને આ ફિલ્મ પર બહુ મોટી આશા છે.
