હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યનાં હવામાનમાં પલટો આવ્યો છે. અરબસાગરમાં સાઈક્લોન ડિપ ડિપ્રેશનમાં બદલાયું છે. જેથી છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારમાં કમોસમી વરસાદ થઈ રહ્યો રહ્યો. જે અંતર્ગત સુરત જિલ્લાનાં 8 તાલુકામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે. જયારે ગતરોજ વહેલી સવારથી સુરત જિલ્લાનાં આઠ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
આ સાથે જ ખેડૂતોના ઉનાળું પાકને પણ ભારે નુકસાન થયું છે. જયારે પલાસણા તાલુકામાં 0.94 ઈંચ વરસાદ, બારડોલી તાલુકામાં 0.83 ઈંચ વરસાદ, ઉમરપાડા તાલુકામાં 0.79 ઈંચ વરસાદ, માંગરોળ તાલુકામાં 0.20 ઈંચ વરસાદ, માંડવી તાલુકામાં 0.8 ઈંચ વરસાદ, મહુવા તાલુકામાં 0.8 ઈંચ વરસાદ, સુરત સિટીમાં 0.4 ઈંચ વરસાદ અને ચોરાસી તાલુકામાં 0.4 ઈંચ વરસાદ નોંધાયો છે.
