માંગરોળનાં બોરસદ ગામે છેલ્લા કેટલાક સમયથી લોકોની નજરે પડી રહેલ દિપડો વનવિભાગે મુકેલા પાંજરામાં પુરાઈ ગયો હતો.
આ દિપડો ગ્રામજનોની નજરે પડતા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ વનવિભાગની ટીમ દ્વારા દિપડાને પકડવા માટે પાંજરૂ મુકવામાં આવ્યુ હતુ. દરમિયાન ફરી એકવાર શિકારની શોધમાં આવી પડેલો દિપડો મારણની લાલચે પાંજરે પુરાઈ ગયો હતો. દિપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો. હાલ વનવિભાગની ટીમ દ્વારા દિપડાનો કબજો લઈને તેને ઝંખવાવ લેપર્ડ રેસ્ક્યુ સેન્ટર ખાતે લઈ જવાયો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યુ હતું.
