નિઝરના કેસરપાડા ચોકી પાસે (ગામડી) ગામે જતા રસ્તા પાસે આવતાં જાહેરમાં મુંબઈથી નીકળતા વરલી મટકાના મિલન તથા કલ્યાણ બજારના આંકો ઉપર જુગાર રમતા એકને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ પોલીસ સ્ટાફના માણસો તારીખ ૧૮-૦૭-૨૦૨૫ નારોજ ખાનગી વાહનમાં બેસી પ્રોહિ. તથા જુગાર અંગેની રેડમાં નિકળેલ હતા.
તે દરમ્યાન કેસરપાડા ચોકી પાસે (ગામડી) ગામે જતા રસ્તા પાસે આવતા જાહેરમાં કેટલાક ઈસમો કંઈક આપ-લે કરતા હોય તેઓની ઉપર જુગાર અંગેનો શક જતા તરત જ પોલીસે રેડ કરી તેઓને પકડવા જતા કેટલાક ઈસમો નાસી છુટ્યા હતા. જોકે તેઓની સાથે બેસેલ એક ઈસમ પકડાઈ ગયો હતો જેથી તેનું નામ પુછતા તેણે પોતાનું નામ, રાકેશભાઇ રામસિંહભાઈ વળવી (ઉ.વ.૪૫., રહે.લક્ષ્મીખેડા ગામ, હનુમાન મંદિર ફળીયું, તા.નિઝર)નો હોવાનું જણાવ્યું હતું. ત્યરબાદ પોલીસે ઈસમના હાથમાંથી મુંબઈ મિલન તથા કલ્યાણ બજારથી નિકળતા આંકો લખેલ બે કોરા કાગળની કાપલી તથા બોલપેન તથા જુદા જુદા દરની ચલણી નોટો અને રોકડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કકર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
