ઉમરગામની સાંઈવિલા બિલ્ડિંગમાં વોચમેન તરીકે કામ કરતા વિનોદકુમાર શર્મા (મૂળ રહે.ઉત્તરપ્રદેશ) પરિવાર સાથે બિલ્ડિંગના વોચમેનના રૂમમાં રહેતા હતા. જોકે સવારે તેઓ કામ અર્થે બહાર ગયા હતા. ત્યારે બિલ્ડિંગમાં પાણી ન આવતું હોવાથી કોઈકે વિનોદકુમારને ફોન કરી જણાવ્યું હતું. 
જે બાદ વિનોદકુમારે તેની પત્ની સંજુદેવી શર્માને ફોન કર્યો હતો. પરંતુ તેણે ફોન ન ઉઠાવતા પડોશીને તેમના ઘરે જઈ વાત કરવા જણાવ્યું હતું. આ સમયે પડોશી તેના ઘરે જતા સંજુ દેવીએ દરવાજો ખોલ્યો ન હતો. આખરે વિનોદકુમારે ઘરે પહોંચીને દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતા તેમણે બારીની સ્લાઈ ડરનું લોક તોડી દીકરીને બૂમ મારી દરવાજો ખોલવાનું કહ્યું હતું. જે બાદ દીકરીએ દરવાજો ખોલતા જ સંજુ દેવી પંખા સાથે ઓઢણી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી.




