વડોદરા જિલ્લામાં ગતરોજ યોજાયેલ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મોડી રાત્રે જાહેર થયેલા આંકડા મુજબ કુલ 78.43 ટકા મતદાન થયું હતું. વડોદરા જિલ્લાના આઠ તાલુકાઓમાં આવેલી 208 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી આ પંચાયતોમાં કુલ 4,59,044 મતદારો નોંધાયા હતા, જેમાં 1,86,060 પુરુષ અને 1,73,982 સ્ત્રી મતદારોની નોંધણી થઈ હતી.
આ મતદારો પૈકી કુલ 3,60,042 મતદારોનું વોટીંગ થયું હતું. જિલ્લાની 208 ગ્રામ પંચાયતોમાં 78.43 ટકા મતદાન નોંધાયું છે. જેમાં પુરુષોનું 79.78 ટકા અને સ્ત્રીઓનું 77.05 ટકા મતદાન થયું છે. આ ઉપરાંત વડોદરા જિલ્લામાં 10 ગ્રામ પંચાયતોમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં પણ 72.31 ટકા વોટિગ થયું હતું આ પેટા ચૂંટણીઓમાં કુલ 7,489 મતદારો હતા જે પૈકી પુરુષોનું 74 ટકા અને સ્ત્રીઓનું 71.18 ટકા વોટિંગ થયું હતું.
