સ્ટેટ મોનિટરિંગ સેલે બારડોલીમાંથી ડ્રગ્સની દાણચોરીનો પર્દાફાશ કર્યો. SMCએ બાતમીના આધારે ડ્રગ્સની દાણચોરીને લઈને શહેરમાં જુદા-જુદા સ્થાનો પર દરોડા પાડ્યા. આ દરોડામાંથી કુલ 1.16 કરોડ થી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો.ડ્રગ્સની દાણચોરી કરનાર 1 શખ્સની અટકાયત કરવામાં આવી જ્યારે અન્ય 3 લોકો ફરાર થયા હતા. 
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ બારડોલીમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરાયો હોવાની સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી. જેના આધારે શંકાસ્પદ સ્થાનો પર દરોડા પાડ્યા. આ દરોડામાં SMCએ અલગ અલગ સ્થાનો પરથી ડ્રગ્સ કબ્જે કર્યું. SMCને દરોડામાં 570 મિલિગ્રામ કોકેન, બ્રાઉ અને 20 અલ્પ્રાઝો ટેબ્લેટ કબ્જે કરી. કુલ 1.16 કરોડ થી વધુ નો મુદ્દામાલ કબ્જે કરી ડ્રગ્સની હેરાફેર કરનાર 1 પેડલરની અટકાયત કરી. જ્યારે આ ગુનામાં સામેલ અન્ય ત્રણ પેડલર પોલીસ આવે છે તેવું જાણી જતા ફરાર થઈ ગયા હતા.
બારડોલીમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ડ્રગ્સ દાણચોરી મામલે પાડેલ દરોડામાં નામચીન અવનીશ પાઠક નામના પેડલરની ધરપકડ કરી. અવનીશ પાઠક ઉત્તરપ્રદેશનો વતની છે. જ્યારે તેના સાથીદાર કે જે પણ ઉત્તરપ્રદેશના છે તેઓ ફરાર થતા પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે, ડ્રગ્સ હેરાફેરી મામલે સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે, ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં સુરતમાંથી એક કેમિકલ કંપનીમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાડનો પર્દાફાશ કરતા ગુજરાત એટીએસે ડ્રગ્સની હેરાફેરી કરનાર બે લોકોની ધરપકડ કરી હતી.



