તાપી જિલ્લામાં વ્યારા નગરના માલીવાડ વિસ્તારમાં કાર્યરત મુખ્ય ડાકઘર ખાતે આજરોજ 79 મો સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી કરવામાં આવી હતી.વ્યારાનાં પોસ્ટ માસ્તર શ્રીમતિ કલાબેન એમ.ચૌધરીની ઉપસ્થિતિમાં વ્યારાનાં પોસ્ટલ ઇન્સ્પેક્ટર સાહેબશ્રી અભિષેક વર્માનાં હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
પોસ્ટલ ઇન્સ્પેક્ટર સાહેબશ્રી અભિષેક વર્મા દ્વારા પોસ્ટની વિવિધ યોજનાઓની સમજ આપવામાં આવી હતી. અતિથિ વિશેષ તરીકે હાજર રહેલા વ્યારાનાં નિવૃત પોસ્ટમાસ્તરશ્રી ભાલચંદ્ર પાટીલે ભારતની અખંડીતતા તથા બંધારણની સમજ આપવામાં આવી હતી.
આ અવસર પર હાજર રહેલા નાગરીકોનું સન્માન કરી માલીવાડ વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું તથા હળવો નાસ્તો કરાવવામાં આવ્યો.ઉજવણીનાં કાર્યક્રમનું સંચાલન રવિભાઈ સિંદે દ્વારા કરવામાં આવ્યું. શ્રીમતિ કલાબેન એમ.ચૌધરી વ્યારાનાં પોસ્ટમાસ્તરની કાર્યશૈલીની પ્રસંશા પણ કરવામાં આવી હતી.




