અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આયોજિત ત્રણ દિવસીય ૧૫માં ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોનું નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોમાં અંકલેશ્વર અને ભરૂચના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને રમેશભાઈ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ ઉદ્ઘાટન પ્રસંગે અંકલેશ્વર અને ભરૂચના ઉદ્યોગ મંડળના પદાધિકારીઓ અને ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે, ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છથી અને સ્મૃતિ ચિન્હ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ તકે, નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન કહેવાય છે. જેનો યશ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફાળે જાય છે. જ્યારથી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનું શુકાન સંભાળ્યું ત્યારથી તેમણે રોજગારી અને ઉદ્યોગોના વિકાસ માટે વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરી દેશ વિદેશના રોકાણકારો, ઉદ્યોગકારોને અનુકૂળ વાતાવરણ પૂરું પાડ્યું. આ સમિટના માધ્યમ દ્નારા ગુજરાતમાં રોકાણ કર્યું અને ગુજરાત રાજ્યને ઇન્ડસ્ટ્રીયલ હબ બનાવ્યું છે. આમ, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાત સરકારે અનેક આયામો અને યોજનાઓ થકી ઉદ્યોગોનો વિકાસ કર્યો છે. ત્યારે આવા એકસ્પો ખરા અર્થમાં સાર્થક બની રહે છે. આ એક્સપો થકી એક છતની નીચે ડેવલપર્સ, બેંકો, વેન્ડર્સ, રોકાણકારો અને ખરીદદારોના સમન્વય માટેનું સુંદર આયોજન છે.
આ એકસ્પોનો લાભ અહીના ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગકારોને મળશે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા જીઆઇડીસીમાં આવેલ યુટીલીટી પ્લોટ ખાતે તા ૧૭મી એપ્રિલ ૨૦૨૫ થી ૧૯મી એપ્રિલ ૨૦૨૫ એમ ત્રણ દિવસીય ૧૫ માં ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે, નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને મહાનુભાવોના હસ્તે એકસ્પોમાંનું રિબિન કાપી ઉદઘાટન કર્યું હતુ. અને મહાનુભાવોએ એકસ્પોની મુલાકાત લીધી હતી.૧૫માં મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન અને એકસ્પોમાં વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા ૨૦૦ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. એક્ષ્પોની સાથોસાથ આનંદપુરા ટ્રોફી- એવોર્ડ સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માઈક્રો, સ્મોલ, મીડીયમ અને લાર્જ ઇન્ડસ્ટ્રીયલ યુનિટોમાંથી બેસ્ટ એક્સસપોર્ટ,અને હાઈએસ્ટ ઉત્પાદનની પ્રતિયોગિતામાં વિજેતા યુનિટોના વિજેતા ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓનું એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.
