સોનગઢ તાલુકાનાં સોનારપાડા રેલવે સ્ટેશન પાસે ગત તારીખ ૨૮ ફેબ્રુઆરી નારોજ બેભાન અવસ્થામાં આનંદભાઈ પ્રવિણભાઇ ગામિત મળી આવ્યા હતા
જોકે તેમનું સરનામું કે ઊંમર અપ્રાપ્ય છે તેઓને સોનગઢ સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં ગત તારીખ ૩ માર્ચ નારોજ તેમનું હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. જે અંગે તેમના સગા સંબંધીનો કોઈને પરિચય હોય તો જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ફોન નં.02626221500 કે સોનગઢ પોલીસ સ્ટેશનનાં ફોન નં.02624222033 પર સંપર્ક કરવો.
