નવસારીના જલાલપોર રોડલીમડા ચોક વિસ્તારમાં રહેતા ૧૭ વર્ષીય સગીરનું ઉત્તરપ્રદેશના અલ્હાબાદ ખાતે ચાલુ ટ્રેન માંથી પડી જવાથી મોત નિપજ્યું હતું. પાંચ મિત્રો નેપાળ ફરવા માટે ગયા હતાં. જ્યાંથી પરત થતી વખતે આ ઘટના સર્જાય હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વિજયભાઇ તન્ના (રહે.બંસીધર એપાર્ટમેન્ટ, તિરંગાની સામે, લીમડાચોક, જલાલપોર રોડ, નવસારી)નાં ફરસાણની ફેક્ટરીનાં ધંધા સાથે સંકળાયેલા છે. તેમના ત્રણ સંતાનોમાં એક પુત્ર અને બે પુત્રી છે. મોટો પુત્ર નિલ ઉ.વ.૧૭ નો ગત એક સપ્તાહ પહેલા તારીખ ૧૮મી મે ના રોજ નવસારીમાં રહેતા ૪ મિત્રોની સાથે નેપાળ ફરવા માટે ગયો હતો.
નેપાળ સહિતના સ્થળોએ હરવા ફરવાની મજા માણ્યા બાદ ઉત્તરપ્રદેશથી શનિવારે રાત્રે ટ્રેનમાં બેસી નવસારી આવવા માટે નીકળ્યા હતાં.
