સોનગઢનાં કિકાકુઇ ગામનાં નિશાળ ફળિયાનાં બંધ ઘરનાં મુખ્ય દરવાજાનું કોઇ અજાણ્યા ચોર ઇસમે કોઇ સાધાન વડે તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં પ્રથમ રૂમમાં મુકેલ લોખંડનાં કબાટમાંથી સોનાનાં દાગીના જેની કિંમત રૂપિયા ૯૫,૬૫૦/-નાં મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે સોનગઢ પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢનાં બ્રામ્હણ ફળિયાનાં અમૃત વાડી પાસે રહેતા વિરજીભાઈ જયંતીલાલ ગામીત (ઉ.વ.૭૦)નાંઓ BSNLમાંથી નિવૃત થયા છે અને હાલ ખેતીકામ કરી પરિવાર સાથે રહી પોતાનું જીવન પસાર કરી રહ્યા છે.
જોકે ગત તારીખ ૧૪/૦૬/૨૦૨૫ નારોજ સાંજનાં ૦૬.૩૦ વાગ્યાથી તારીખ ૨૩/૦૬/૨૦૨૫ નારોજ ૦૯.૦૦ વાગ્યાનાં સમયગાળા દરમ્યાન કિકાકુઇ ગામે નિશાળ ફળીયામાં કોરાના કાળમાં અવસાન પામેલ વિરજીભાઈનાં ભાઈ મનહરભાઇ જયંતીલાલ ગામીતના બંધ રહેતા ઘરનાં મુખ્ય દરવાજાનું કોઇ અજાણ્યા ચોર ઇસમે કોઇ સાધાન વડે તાળુ તોડ્યું હતું. તેમજ ઘરમાં પ્રવેશ કરી ઘરમાં પ્રથમ રૂમમાં મુકેલ લોખંડના કબાટમાંથી સોનાના દાગીના જેમાં સોનાનું મંગળસૂત્ર, કાનની બુટ્ટી બે જોડ, સોનાની વીંટી, નાકની નાથની અને ક્રોસ આકારનું લોકેટ મળી આશરે જેની કિંમત રૂપિયા આશરે ૯૫,૬૫૦/-નાં મુદ્દામાલની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ ભાગી છુટ્યો હતો. ચોરી અંગે વિરજીભાઈ જયંતીલાલ ગામીતએ તારીખ ૨૩/૦૬/૨૦૨૫ નાંરોજ સોનગઢ પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
