Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ચીનની ધમકીને લક્ષ્યમાં રાખી જો બાયડેને ‘ગુપ્ત પરમાણુ રણનીતિ’ને મંજૂરી આપી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

નેપલ્સ પાસેનો જવાલામુખી ‘વિસુવિયસ’ ફાટયો ત્યાં સુધી કોઈને ખબર જ ન હતી કે વિનાશ સાથે ઝબુંળી રહ્યો છે. બસ આવી જ સ્થિતિમાં આપણે સૌ ‘અપને અપને ખ્યાલ મેં ગુલતાન હૈ’ તેમ રહીએ છીએ. પૂર્વમાં ચીન પરમાણુ શસ્ત્રો ખડકે જાય છે. રહી રહીને પશ્ચિમે અમેરિકા જાગે છે. ચીનની ધમકીને લક્ષ્યમાં રાખી જો બાયડેને ‘ગુપ્ત પરમાણુ રણનીતિ’ને મંજૂરી આપી છે. આ નવી નીતિનું નામ ‘ન્યૂક્લિયર-એમ્પલોયમેન્ટ ગાઈડન્સ’ તેવું રાખ્યું છે.

આ માહિતી આપતાં ‘ન્યૂયોર્ક ટાઇમ્સે’ મંગળવારે જણાવ્યું છે કે, ‘ચીન દ્વારા તેના પરમાણુ શસ્ત્રોનો ખડકલો શરૂ કર્યો હોઈ તેનો સામનો કરવા વોશિંગ્ટને નવી રણનીતિ ઘડવી શરૂ કરી દીધી છે.’ જોકે ‘વ્હાઇટ હાઉસ’ સત્તાવાર રીતે તો આવી કોઈ રણનીતિ હોવાનું કહેતું જ નથી, પરંતુ અનામી રહેવા માગતા અધિકારી દ્વારા આ ‘ગુપ્ત’ રણનીતિ જાહેર કરવામાં આવી હતી. હવે તે ‘અનક્લાસીફાઈડ-નોટિફિકેશન’ બની રહી છે, કારણ કે તે હવે અમેરિકી સંસદ (કોંગ્રેસ)ને મોકલવામાં આવશે. તાજેતરમાં જ બાયડેન વહીવટીતંત્રના બે અધિકારીઓએ આડકતરી રીતે જણાવ્યું હતું કે રણનીતિનું પુનરાવલોકન થઈ રહ્યું છે.

આ માહિતી આપતાં ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ જણાવે છે કે, સામાન્યતઃ દર ચાર વર્ષે રણનીતિમાં સુધારા-વધારા કરવામાં આવે છે. પરંતુ આ વખતે પ્રમાણમાં વહેલા સુધારા-વધારા કરવા જ પડે તેમ છે. તેવી વૈશ્વિક પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે. નીરિક્ષકો કહે છે કે પૂર્વમાં ચીન પરમાણુ શસ્ત્રો ખડકે છે. પશ્ચિમે અમેરિકા, યુરોપીય દેશો જેમાં રશિયા પણ સામેલ છે. તેઓ પણ પરમાણુ શસ્ત્રો ખડકે છે. મધ્ય પૂર્વમાં ઈઝરાયલ અને હવે ઈરાન પૂર્વમાં ઉ.કોરિયા બધા જ પરમાણુ દેશો છે. આપણે સૌ વિસુવિયસની તળેટીમાં છીએ.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!