સુરત મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આઈ.સી.ડી.એસ. શાખા કામરેજના સંયુકત ઉપક્ર્મે તાલુકા પંચાયત કામરેજના સભાખંડ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત કિશોરી મેળો યોજાયો હતો. કાર્યક્ર્મમાં તમામ કિશોરીઓની આરોગ્ય તપાસ તેમજ હિમોગ્લોબીનની તપાસ કરવામાં આવી હતી. કિશોરીઓને હાઈજીનકીટ વિતરણ કરવામાં આવ્યું હતું. કિશોરી મેળામા શિક્ષણ, આરોગ્ય સુરક્ષા, કાનુની સહાય અને મહિલા કલ્યાણકારી વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામા આવ્યુ હતું. એનીમિયા થવાના કારણો તેમજ તેની સારવાર અને અટકાવવાના ઉપાયો વિશે સમજ આપવામાં આવી હતી. કિશોરીઓને માસિક ધર્મ અને માસિક સ્ત્રાવ દરમિયાનની સ્વચ્છતા વિશે સમજ આપવામાં આવી હતી.




