Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

દેશમાં નેશનલ હાઇવે પર વસૂલાતા ટોલ ટેક્સ પર સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે નિર્ણય…

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

દેશમાં નેશનલ હાઇવે પર વસૂલાતા ટોલ ટેક્સ પર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર 1 મે, 2025થી FASTagના સ્થાને એક નવી સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ શરુ કરવા જઈ રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ અંગે માહિતી આપી હતી. આગામી 15 દિવસમાં નવી ટોલ નીતિ રજૂ કરાશે. જે પ્રવાસીઓ માટે વધુ અનુકૂળ અને સંતોષજનક રહેશે. આ સુવિધાથી વધુ પડતો ટોલ ટેક્સ કપાઈ જવાની ફરિયાદોમાંથી મુક્તિ મળશે.

ટોલ ટેક્સમાં પારદર્શિતા વધશે. સરકાર જે નવી ટોલ સિસ્ટમની વાત કરી રહી છે, તેનું નામ છે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS). આ એક જીપીએસ આધારિત પ્રણાલી છે. જેમાં વાહનનું લોકેશન સેટેલાઇટની મદદથી ટ્રેક કરવામાં આવશે અને તેના આધારે અંતર અનુસાર ટોલ ચાર્જ સીધો બૅન્ક એકાઉન્ટમાંથી કપાશે. એટલે હવે ટોલ પ્લાઝા પર રોકાવાની કે રાહ જોવાની જરૂર પડશે નહીં.

FASTag પ્રણાલીમાં કેશના સ્થાને ડિજિટલ પેમેન્ટ હોય છે. પરંતુ તેમાં વ્હિકલને ટોલ બૂથ પર અટકાવવું પડે છે. ઘણી વખત લાંબી કતારોમાં રાહ પણ જોવી પડે છે. જ્યારે GNSS  પ્રણાલી વર્ચ્યુઅલ ટોલ બૂથ મારફત કામ કરે છે. જેમાં ટોલની ગણના વાહનના ટ્રેકિંગના આધારે થાય છે. અને બેંક ખાતામાંથી સીધી ચૂકવણી થાય છે. આ પ્રણાલી અગાઉ 1 એપ્રિલે લાગુ થવાની હતી. પરંતુ અમુક ટેક્નિકલ અને પ્રશાસનિક કારણોસર તેનો અમલ સ્થગિત કરવામાં આવ્યો હતો. હવે 1 મે, 2025થી સંપૂર્ણ દેશમાં આ સિસ્ટમ લાગુ કરાશે. ફાસ્ટેગનો ઉપયોગ કરતાં લોકો 30 એપ્રિલ, 2025 સુધી જ તેનો ઉપયોગ કરી શકશે. બાદમાં પોતાની ગાડીમાં સરકાર દ્વારા રજિસ્ટર્ડ જીપીએસ ડિવાઇસ લગાવવામાં આવશે. આ નવી સિસ્ટમને બૅન્ક ખાતા સાથે લિંક કરવામાં આવશે. સિસ્ટમ સંપૂર્ણપણે ચાલુ થઈ ગયા બાદ ફાસ્ટેગ સ્ટિકર હટાવી દેવામાં આવશે. સરકારે જીપીએસ ઇન્સ્ટોલેશન અને નવી સિસ્ટમ સમજાવવા માટે જાગૃત્તિ અભિયાન ચલાવવાની તૈયારી કરી છે. ખાનગી કાર માલિકોથી માંડી ટ્રક અને ટ્રાન્સપોર્ટ સેક્ટર સુધી તમામ માટે આ સ્માર્ટ સિસ્ટમ સુવિધાજનક સાબિત થશે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!