કુકરમુંડાનાં રાજપુરના રિક્ષા ચાલક એક ગામની પરિણિતાને વારંવાર ફોન તથા મેસેજ કરી મળવા આવવા દબાણ કરી તેમજ તેણીની સાસરીમાં પહોંચી જઈ બદનામ થાય તેવા પ્રયાસો કરતો હતો. જેથી જેની સામે પરિણિતાએ રિક્ષા ચાલક વિરૂદ્ધ કુકરમુંડા પોલીસ મથકે ફરિયાદ કરી હતી.
મળતી માહિતી મુજબ, કુકરમુંડા તાલુકાનાં રાજપુર ગામનાં શિવરામ વિજેન્દ્રભાઈ વળવીની કુદ્દષ્ટિથી પરિણિતા પરેશાન થઈ ચુકી હતી. પોલીસ ફરિયાદ કરતા તેણીએ જણાવ્યું છે કે, રિક્ષા ચાલક શિવરામ રિક્ષા લઈને મજુરી કામ કરવા માટે ગામમાં આવતો ત્યારે સને ૨૦૨૩માં જેની સાથે મુલાકાત થઈ હતી.
રિક્ષા ચાલકે પરિણિતાનો મોબાઈલ નંબર મેળવી અવારનવાર ફોન કરી મળવા બોલાવતો તથા મેસેજ કરી હેરાન કરતો હતો. પરિણિતાને પિયરમાં જઈને યેન-કેન પ્રકારે પરેશાન કરતો જેથી તેણીની માતાએ શિવરામને ફોન ન કરવા જણાવવા છતાં તેણે હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. પરિણિતાને સાસરીમાં પણ ફોન કરી તેમજ મેસેજ કરતો તેમજ સાસરીમાં પણ પહોંચી જતો હતો. પરંતુ બદનામ થવાના ડરથી પરિણિતાએ કોઇ ફરિયાદ કરી ન હતી. પરંતુ ઈસમે ફોન પર તથા મેસેજ કરી તેમજ રૂબરૂ પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું.
