કુકરમુંડા તાલુકાનાં આશ્રવા ગામમાં રહેતા યામીનીબેન પટેલ (ઉ.વ.૨૯)ના લગ્ન શાહદાના મોલોનીગામ, મુરલી મનોહર કોલોનીમાં રહેતા મનિષભાઈ અંબાલાલ પાટીલ સાથે વર્ષ-૨૦૨૪માં કરવામાં આવ્યા હતા. પરંતુ સાસરી પક્ષનાં સભ્યો દ્વારા વારંવાર દહેજ મુદ્દે ટકોર કરવામાં આવતી હતી. જોકે ગત તારીખ ૧૬-૫-૨૫ નારોજ સાસુ રંજનાબેનએ વહુને કહ્યું કે, ‘તારા પપ્પા પાસેથી ૨૦ તોલા સોનું લઈ આવ તથા ૭૫ લાખ રોકડા લઈને આવે તો જ તને અમારા ઘરે રહેવા દેશું’ તથા પતિ મમનષભાઇ અંબાલાલ પાટીલ, સસરા અંબાલાલ સદાશિવભાઈ પાટીલ, મામા સસરા અરૂણભાઈ શિવદાસભાઈ પાટીલ તમામ કહેતા હતા કે, ‘તું ઘરેથી જતી રહેજે’, તેને ઘરમાંથી કાઢી મુકવાની વાત કરવા લાગ્યા હતા.
તે દરમિયાન યુવતીને ત્રણ માસનો ગર્ભ હતો. પતિ પણ કહેતો હતો કે દહેજમાં કઈ લઈને આવી નથી, મારે બંગલો અને ખેતીની જમીન લેવાની છે તારા બાપ પાસેથી રૂ.પ૦ લાખ લઈને આવ તો જ તને સરખી રીતે ઘરમાં રાખીશું. યુવતીએ કહ્યું કે પિતાએ સોનું તથા ઘરવખરીનો તમામ સામાન તો તમને આપ્યો છે તો વધુ દહેજની માંગણીઓ કેમ કરો છો કહેતા યામીનીને પતિ, સાસુ, સસરા તથા મામા સસરાએ થપ્પડ મારી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
હોસ્પિટલમાં લઇ જઈને ગર્ભપાત કરાવવા દબાણ કરતા હતા, છોકરું પેદા કરવું હોય તો તારા પિતા પાસેથી નાણાં લઈને આવશે, નહીં તો સુખેથી રહેવા દઈશું નહીં જેવી ધમકી આપતા હતા. આમ, ગત તારીખ ૨૦-૫-૨૫ નારોજ યામિનીબેનને પિતાના ઘરે આશ્રવા ખાતે સાસરીપક્ષના સભ્યો મુકી ગયા હતા. સગર્ભા અવસ્થા દરમિયાન પણ શારીરીક-માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરનાર સાસરીપક્ષના ચાર વ્યકિતઓ સામે કુકરમુંડા પોલીસ મથકે ફરીયાદ કરવામાં આવી હતી.
