ડોલવણના કાકડવા ગામમાં આંતક મચાવતા દીપડા અંગે લોકોની ફરિયાદને ધ્યાનમાં લઇ વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં રાત્રિ દરમિયાન મારણની લાલચમાં દીપડો પાંજરે પુરાયો હતો.

ડોલવણ તાલુકાના કાકડવા ગામમાં દીપડો ફરતો હોય, લોકોની નજરે ચઢતા વન્યપ્રાણીના લીધે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પાંજરું મુકવાની માંગણી કરી હતી. કાકડવાના ટીમરી ફળીયામાં વન વિભાગ દ્વારા પાંજરું મુકવામાં આવ્યું હતું. જેમાં ખૂંખાર દીપડો પાંજરે પુરાતા સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો છે.




