તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Latest News : કરુરમાં અભિનેતા વિજયની પાર્ટી ટીવીકેની રેલીમાં થયેલી ભાગદોડની તપાસ સીબીઆઈએ હાથ ધરી, સુપ્રીમ કોર્ટે કહ્યું નિષ્પક્ષ તપાસ જરૂરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુપ્રીમ કોર્ટેના આદેશ બાદ તમિલનાડુના કરુરમાં અભિનેતા વિજયની પાર્ટી ટીવીકેની રેલીમાં થયેલી ભાગદોડની તપાસ સીબીઆઈએ હાથ ધરી છે. આ દુર્ઘટનામાં 41 લોકો માર્યા ગયા હતા અને 60 થી વધુ ઘાયલ થયા હતા. સીબીઆઈની એક ખાસ ટીમે કરુરના વેલુસામીપુરમમાં અકસ્માત સ્થળની મુલાકાત લીધી છે. સીબીઆઈએ પોલીસની એફઆઈઆર ફરીથી નોંધી છે અને સ્થાનિક કોર્ટને જાણ કરી છે.

આ કેસ તમિલગા વેટ્ટી કઝગમ દ્વારા દાખલ કરાયેલી અરજી બાદ સુપ્રીમ કોર્ટે સીબીઆઈને સોંપ્યો છે. કોર્ટે સીબીઆઈ ડિરેક્ટરને તપાસ માટે એક વરિષ્ઠ અધિકારીને સોંપવા અને તેમને મદદ કરવા માટે અન્ય અધિકારીઓની નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો. કોર્ટે સીબીઆઈ તપાસની દેખરેખ રાખવા માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અજય રસ્તોગીની આગેવાની હેઠળ ત્રણ સભ્યોની સુપરવાઇઝરી કમિટીની રચના કરી છે.

આ કેસમાં સુપ્રીમ કોર્ટની બેન્ચે નોંધ્યું કે, 27 સપ્ટેમ્બરના રોજ થયેલી ભાગદોડથી દેશભરના નાગરિકો પર અસર પડી છે. કોર્ટે જણાવ્યું હતું કે આ ઘટના નાગરિકોના જીવન અને મૂળભૂત અધિકારો સાથે સંકળાયેલી છે. તેથી તેની નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ જરૂરી છે. બેન્ચે એ પણ નોંધ્યું હતું કે કેટલાક વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ મીડિયામાં બેજવાબદાર નિવેદનો આપ્યા છે જે નિષ્પક્ષ તપાસ અંગે જાહેર શંકાઓ ઉભી કરી શકે છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે ન્યાય વ્યવસ્થામાં જનતાનો વિશ્વાસ પુનઃસ્થાપિત થવો જોઈએ. જેની માટે નિષ્પક્ષ તપાસ જરૂરી છે.