વાપીમાં નશામાં ધૂત કારચાલકે ફરી લોકોને ઉડાવ્યા છે, 3 થી 4 વાહનોને કારચાલકે ઉડાવી દીધા છે.મહત્વનું છે કે આ ઘટનામાં કોઈનું મોત થયું નથી અને પોલીસે તપાસ શરૂ કરી છે.
વાપીના છરવાડા રોડ પર નશામાં ધૂત કારચાલકે અકસ્માત સર્જાયો હતો, રોષે ભરાયેલા લોકોએ કારમાં તોડફોડ કરી હતી અને કાર ચાલકને પણ ઈજા પહોંચતા તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયો છે.પોલીસે ગુનો નોંધ્યો છે પણ જયારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે ત્યારે કારચાલકની ધરપકડ કરવામાં આવશે.પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે, વાપીના છરવાડ રોડ પર આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.




