વાલોડના બેડકુવા ગામના ધરમી ફળિયામાં ૮ વર્ષનો બાળક ઘરેથી અચાનક ગુમ થઈ ગયો હતો. પરિવારજનોએ આસપાસ તથા સંબંધીઓમાં શોધખોળ કરવા છતાં કોઈ ભાળ ન મળતા પિતાએ વાલોડ પોલીસમાં પુત્રના અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંગે તપાસ દરમિયાન પોલીસે આજુબાજુનાં ગામોમાં તથા મુખ્ય રસ્તાઓ પર સીસીટીવી ફૂટેજ ચેક કરવાના શરૂ કર્યા હતા, આ ઉપરાંત વાહન ચેકિંગ અને શકમંદોની પૂછપરછ શરૂ કરી હતી. આ દરમિયાન ગુરુવારે સવારે બાજુના ખેતરમાંથી લાશ મળી હતી. આ ખેતરની પાળી પરથી ખેતર પાંચ ફૂટ ઊંડુ છે, જ્યાં રમત રમતા પગ પલસી જવાથી પડી જતાં તેનું મોત થયાનું અનુમાન લગાઈ રહ્યું છે. જોકે પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ જાણી શકાશે.




