સુરતમાં ગુમ થયેલી કિશોરીનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી. કિશોરી ગુમ થતા પરિવારે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 
ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં કિશોરી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. કિશોરીના પિતાએ આ ફરિયાદ લખાવી હતી. પોલીસ ફરિયાદ મુજબ અસ્વિતા ડામોર નામની કિશોરી ગતરાત્રિથી ગુમ થઈ છે. ધોરણ 10માં અભ્યાસ કરતી અસ્વિતા કામ અર્થે ગતરોજ સાંજે 8 વાગ્યે મિત્રના ઘરે ગઈ હતી. પરંતુ મોડી રાત્ર સુધી કિશોરી પરત આવી નહોતી. દરમિયાન પરિવાર દ્વારા કિશોરીને શોધ કરાઈ ત્યારે તેના મિત્ર પાસેથી જાણવા મળ્યું કે તે ઘરે આવવા રીક્ષામાં બેસી હતી. 16 વર્ષની કિશોરી મોડી રાત સુધી ઘરે પરત ના ફરતા પરિવારે પોલીસમાં ફરિયાદ કરી હતી.પોલીસે મામલો બહુ નાજુક હોવાનું લાગતા તત્કાળ કિશોરીની શોધ શરૂ કરી. દરમિયાન આજે કિશોરીને લઈને પોલીસને તેમના સૂત્રો પાસેથી ચોંકાવનારી માહિતી મળી. પાંડેસરા વિસ્તારમાં સપનોલોક બાંધકામ સાઇટ ઉપરથી ધોરણ-10માં અભ્યાસ કરતી ગુમ કિશોરીનો મૃતદેહ મળી આવ્યો. ઘટનાસ્થળ પર કિશોરીની સ્થિતિ જોતા પ્રાથમિક ઘોરણે પોલીસને આત્મહત્યાનો મામલો લાગ્યો છે. જ્યારે કિશોરીના પરિવારના લોકોનું કહેવું છે કેએવી કોઈ બાબત નહોતી કે તેમની પુત્રી આત્મહત્યા કરી શકે. નક્કી કંઈક બીજો જ બનાવ બન્યો છે. ગુમ થયેલ 16 વર્ષની કિશોરીના પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ હત્યા કે આત્મહત્યાની હકીકત બહાર આવશે.




