Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Latest News Gujarat : પંજાબના અમૃતસર ખાતે હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીની જામનગરમાંથી ધરપકડ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

પંજાબના અમૃતસર ખાતે હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીની જામનગરમાંથી ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસ અને જામનગર એસઓજીએ સંયુક્ત ઓપરેશન દ્વારા જામનગરના મેઘપર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી કંપનીમાં એક દિવસ પહેલા જ હેલ્પર તરીકે છૂટક મજૂરીકામ કરવા આવ્યો હતો.

પંજાબ પોલીસની બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી સામે પંજાબના અમૃતસરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મખનસિંઘ મધોળુરામની હત્યાનો ગુનો નોંધાયો હતો.વધારે વિગતે વાત કરવામાં આવે તો, મખનસિંઘ મધોળુરામની હત્યાના ગુનોમાં ધરમવિરસિંઘ, કરમવિરસિંધ, બિક્રમજીતસિંઘ અને જોનની પંજાબ પોલીસે અટકાયત કરી લીધી હતી. પૂછપરછમાં તેમણે અન્ય વોન્ટેડ આરોપી તરીકે લવપ્રિતસિંઘ હરજીતસિંઘનું નામ આપ્યું હતું. જેથી પંજાબ પોલીસે આ વોન્ટેડ આરોપીની વિગતો ગુજરાત એટીએસ સાથે શેર કરી હતી. જેથી ગુજરાત એટીએસ અને એસઓજી પોલીસે મેઘપર ખાતે આવેલી ચાલીમાં રહેતા લવપ્રિતસિંઘની ધરપકડ કરી લેવામાં આવી હતી.સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે વોન્ટેડ આરોપી લવપ્રિતસિંઘ હત્યા બાદ જામનગર ખાતે આવેલ મેઘપર વિસ્તારની કંપનીઓમાં હેલ્પર તરીકે છૂટક મજૂરી કરવાના હેતુથી એક દિવસ પહેલા જ આવ્યો હતો. આ મામલે પંજાબ પોલીસે ગુજરાત એટીએસને વિગતો આપી હતી.એટીએસ દ્વારા તાત્કાલિક આ માહિતી અંગે જામનગર એસઓજીને જાણ કરવામાં આવી હતી. જેથી સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીને વધુ પૂછપરછ માટે ગુજરાત એટીએસ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો અને અમૃતસર સિટી પોલીસને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!