સુરતમાં હત્યાનો બનાવ સામે આવે છે.સસરાએ ચપ્પુના ઘા ઝીંકી જમાઈની હત્યા કરી છે, જમાઈ અવારનવાર પુત્રી સાથે ઝગડા કરતો હતો અને ચોક બજારના ફૂલવાડી વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે, ચોક બજાર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સુરતના ચોકબજાર ફૂલવાડી વિસ્તારમાં હત્યાની ઘટના બની છે, જેમાં સસરાએ જમાઈને ચપ્પુના ઘા મારી હત્યા કરી છે, જમાઈ છોકરી સાથે અવાર નવાર ઝગડો કરતો હોવાથી બબાલ થઈ હતી અને સસરાએ ઉશ્કેરાઈને ચપ્પુના ઘા માર્યા છે, મૃતકનું નામ સલમાન સફીક અહેમદ શાહ છે અને તેની હત્યા કરી છે, ચોક બજાર પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.




